
અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્નેરણાથી અને સંધના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધ સંચાલીત ભગવાન મુનિસુવ્રત સ્વામી જીનાલય વિજયનગર અને ભગવાન મુનિસુવ્રત સ્વામિ જીનાલય નવનીત નગર – કોવઈ નગર બંને જીનાલયનો ધ્વજારોહ કાર્યક્રમ ભકિતસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. શાસન સમા્રટ અચલગચ્છાઘિપતિ પ.પૂ. આ.ભ.શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાએ તપસ્વીરત્ન પ.પૂ. આ.ભ.શ્રી ગુણોદયસાગરસુરીશ્વરજી મ.સા., સાહિત્ય દિવાકર, રાજસ્થાન–દક્ષિણ દિપક અચલગચ્છાઘિપતિ પ.પૂ.આ.ભ.કલાપ્નભસાગરસૂરીશ્વરજી મ.સા.,વર્ષીતપ આરાધક પ.પૂ.આ.ભ.શ્રી કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. આદી ઠાણા –ર અને પ.પૂ.કંચનસાગર મ.સા.(બાપા મારાજ) ની પાવન નિશ્રામાં વિજય નગર જીનાલય મધ્યે ધ્વજારોહણ તથા સ્વામિવાત્સલ્યનો લાભ મણીબેન તારાચંદભાઈ દેઢીયા (ગામ કોટડા રોહા,હાલે ભુજ) હસ્તે દેવકા ફાર્મ રોહા , મામલ માઈકેમ ભુજ પરિવારે લીધો હતો. ધ્વજારોહણ પ્નસંગે પ્નભાવનાનો લાભ માતૃશ્રી અમૃતબેન પ્નેમજીભાઈ માણેક નાગડા પરિવાર( વીંઢ,હાલે ભુજ) લીધો હતો જયારે નવનીત નગર / કોવઈ નગર મધ્યે આવેલ જીનાલય ની ધ્વજારોહણ અને સ્વામિવાત્સલ્ય નો લાભ મીશા કુશલ મારૂ (કોટડા રોહા) હસ્તે શ્રી લક્ષ્મીકાંતભાઈ પ્નેમજી કારાણી પરિવાર લીધો હતો. ધ્વજારોહણ પ્નસંગે પ્નભાવનાનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર હસ્તે શ્રી ગીરીશભાઈ છેડા અને શ્રી લ્હેરીભાઈ છેડા પરિવારે લીધો હતો.
આ પ્નસંગે પ.પૂ.આ.ભ.શ્રી કવીન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.એ ધ્વારોહણ નું મહત્વ સમજાવયુ હતુ.કોઈ પણ દેરાસરના દર્શને જઈએ ત્યારે ધ્વજાના દર્શન અવશ્ય કરવા જોઈએ. ધ્વજાના દર્શન કરવાથી માનવ જીવન ધન્ય બને છે.
આ પ્નસંગે સંધના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે ધાર્મિક પ્નસંગે એ આત્મદિપ પ્નગટાવવાનો મહામુલો અવસર પ.પૂ.સાધુ ભગવંતોના સાનિધ્યમાં પ્નાપ્ત થાય છે તેનો અનુપમ લ્હાવો લેવા જણાવ્યુ હતુ.તેમણે સાંપ્નત સમયમાં અહિંસા પરમો ધર્મની જયોત ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપિલ કરી હતી.
આ પ્નસંગે વિઘિકાર – સંગીતકાર શ્રી દિપકભાઈ કોઠારી એન્ડ ગુ્રપ ભુજવાળા સંગીતમય શૈલીમાં લોકોને ભકિતના રસમાં તરબતોળ કર્યા હતા. આ ધ્વજારોહણ મહોત્સવમાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ના ટ્રસ્ટીઓ, શ્રી સંધના ટ્રસ્ટીઓ, યુવા પાંખના મેમ્બરો, સખીવૃંદની બહેનો અને સમાજના લોકો તથા ભકતો બહેાળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.