


કમલમ ન્યૂઝ રાકેશ વાળા
તા. ૨૯/૦૫/૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાપી ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ના કાઉન્ટ ડાઉન કેમ્પેઇનના સંદર્ભમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને યોગયાત્રા યોજાઈ. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોકણી, વ્યારા નગરપાલિકાનાં પ્રમુખ શ્રી સેજનબેન રાણા, વ્યારા તાલુકાનાં કારોબારી અધ્યક્ષ શ્રી કુલીનભાઈ પ્રધાન,રમતગમત અધિકારી શ્રી જી.જી.વળવી સાહેબ, બોર્ડના પ્રતિનિધિ તરીકે વહીવટી અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ, સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી રાધેશ્યામજી યાદવ, ઝોન કો-ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાન્ડે, તથા તાપી જિલ્લાના,તાલુકાના, કોચ અને ટ્રેનરો, ઉપસ્થિત રહ્યા હતા, બહેનોની સમસ્યા,મુશ્કેલી તથા પ્રશ્ર્નો કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ દ્વારા મૌખિક અને લેખિતમા રજૂઆત કરવામાં આવી, આ રજૂઆત બોર્ડ ના પ્રતિનિધિ તરીકે વહીવટી અઘિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ સાહેબે સાંભળી, જિલ્લા કક્ષાએ મહિલા યોગ કોચ તથા મહિલા યોગ કોર્ડીનેટર નિમણુક કરવામાં આવશે. આ સાંભળી તાપી જિલ્લાની યોગ ટ્રેઈનર બહેનો મા ખુશીની લહેર પ્રસરી ગઈ . ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટી શર્ટ ફ્રી માં આપવામાં આવી હતી. દરેક બહેનો એ કમલમ ન્યૂઝ નો આભાર વ્યક્ત કરીઓ.