મિશન લાઈફ જાગૃતતા કાર્યક્રમ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા વાઈબ્રન્ટ સ્કુલમાં યોજાયો.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા ZEDA અંતર્ગત મિશન લાઈફ જાગૃતતા કાર્યક્રમ ડાયરેક્ટર કેતન શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં વાઈબ્રન્ટ સાયન્સ સ્કુલના આચાર્ય અશોકભાઈ સરવૈયા, કેવીનભાઈ પ્રજાપતિ, એકતાબેન ચૌધરી દ્રારા જુદાજુદા વિષયો પર AUDIO-VEDIO, PPT વડે વિદ્યાર્થીઓને મિશન લાઈફ કાર્યક્રમમાં પાણી બચાવો, વીજળી બચાવો, ઈ વેસ્ટ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાનો અનુરોધ, ખોરાક પ્રત્યે સંવેદના, જાણકારી જેવા વિષયો પર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન લાઈફ સ્ટાઈલ અભિયાનને તાપી જીલ્લ્લામાં ભારત સરકારના લક્ષ પ્રાપ્ત સુધી પહોચવાનો પ્રયત્ન હાથ ધર્યો જેથી બાળકોમા જીવન જીવવા પ્રત્યે સામજિક અને પર્યાવરણ ચેતના જગાવવાનો સનિસ્થ પ્રયાસ કરવામા આવ્યો. સૌ બાળકોને અલ્પાહાર કરાવી આભાર વિધિ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રચારક પ્રકાશભાઇ ચૌધરી દ્રારા કરવામા આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *