
વિશ્ર્વ ગૌરવ એવા ભારતના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નવ વર્ષનો સાર્થક તેમજ સફળ કાર્યકાળ પૂર્ણ થતાં સમગ્ર ભારત દેશ,ગુજરાત રાજ્ય તેમજ બનાસકાંઠા જિલ્લામાં 30 મે થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થનાર છે.બનાસકાઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલા,મહામંત્રીઓ કનુભાઈ વ્યાસ,સંજયભાઈ બ્રહ્મભટ્ટ,શ્રેયાંસભાઈ પ્રજાપતિ સહિત સમગ્ર સંગઠનની ટીમ આ અભિયાનને સફળ બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે.
વિવિધ પ્રકારનાં સંમેલનો થકી જનસંપર્ક થનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાનસભા સીટ ઉપર પ્રબુધ્ધ અગ્રણીઓના સંમેલનની જવાબદારી જિલ્લા ભાજપના સીનિયર કાર્યકર્તાઓ એલ.એ.ગઢવી (પાલનપુર) તેમજ ભગવાનભાઈ બંધુ (ડીસા) ને સોંપવામાં આવી છે.તારીખ 10 જૂનથી 20 જૂન સુધી યોજાનાર આ સંમેલનો તેમજ પ્રબુધ્ધ અગ્રણીઓના સંપર્ક માટે દરેક મંડળના ભાજપના પદાધિકારીઓ તેમજ કર્મઠ કાર્યકરોનો પણ ઘનિષ્ઠ સંપર્ક કરવામાં આવશે.આ માટે પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાએથી મળતી સૂચનાઓનો અમલ કરી સૌને સાથે રાખી વ્યવસ્થિત સંમેલનો થાય તે માટે આયોજન થનાર છે.બેઉ સીનિયર કાર્યકર્તાઓ ખૂબ જ અનુભવી,સંપર્કશીલ,અભ્યાસુ તેમજ નિવૃત સરકારી અધિકારીઓ હોઈ તેમને આ જવાબદારી સોંપાતાં તેમણે તેમની કામગીરી શરૂ કરી દીધેલ છે.
આનંદ ઠકકર ડીસા