પરફેક્ટ સ્કૂલે કોમર્સ શરૂ કર્યા ના પ્રથમ વર્ષે બોર્ડના પરિણામમાં મેળવી શ્રેષ્ઠ સિદ્ધિ

ધોરણ 12 કોમર્સ બોર્ડની પરીક્ષામાં પરફેક્ટ સ્કુલ ની દીકરી અશ્વિની સુથારે મેળવ્યા 99.75 પર્સન્ટાઇલ અને 90.81% સાથે સાબરકાંઠા પ્રથમ

અમિતકુમાર ઉપાધ્યાય

પરફેક્ટ સ્કૂલે સમગ્ર જિલ્લામાં SSC અને HSC ( સાયન્સ અને કોમર્સ) ત્રણેય બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ખૂબ સારું પરિણામ મેળવી જિલ્લામાં ખૂબ સારી નામના પ્રાપ્ત કરી છે.પરફેક્ટ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની અશ્વિની સુથાર નામની દીકરીએ 99.75 પ્રાપ્ત કરી જિલ્લામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરેલ છે તદઉપરાંત ખુશી બારોટે 98.12 PR , મીરા પટેલે 94.96 PR, પ્રાપ્તિ બારોટે 93.55 PR, હેતવી પટેલે 92.12 PR પ્રાપ્ત કરી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. પ્રથમ વર્ષે જ સ્કૂલ ના 5 બાળકો એ 90 ઉપર અને 7 બાળકો એ 85 ઉપર PR પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. પરફેક્ટ સ્કૂલના મતે વાલીઓ ના સાથ સહકાર , વિધાર્થીઓ ની અથાગ મહેનત અને કોમર્સના સૌથી વધુ અનુભવ ધરાવતા સ્ટાફ મિત્રોના સહયોગ અને વિધાર્થીઓની ખંતપૂર્વકની મહેનત ના સહારે જ આ સફળતા પ્રાપ્તર થઈ છે. સફળ વિધાર્થીઓ એ પોતાની સફળતા નો શ્રેય પોતાના માતા પિતા અને શિક્ષકો ને આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *