ગાંધીનગર નોર્થ પ્રીમિયર લીગમાં મહિલા ક્રિકેટની ફાઈનલમાં એચ.ડી.ફિટનેસ જીમનો ભવ્ય વિજય

બહોળા પ્રતિસાદ સાથે ટૂર્નામેન્ટને સફળ બનાવવા બદલ પ્રત્યેક મહિલા ખેલાડીનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય રીટાબેન પટેલ

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત ૩૬- GNPL નાઈટ ટુર્નામેન્ટમાં ગાંધીનગરની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૨ મે ના રોજ શરૂ થયેલી મનોરંજનથી ભરપૂર રહેલી ટુર્નામેન્ટ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે તા.૨ જૂન, શુક્રવારના રોજ યોજાયેલ મહિલા ક્રિકેટની ફાઇનલમાં એચ.ડી. ફિટનેસ જીમ અને ડીજીપી ૧૧ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં એચ.ડી. ફિટનેસ જીમે પ્રથમ બેટિંગ કરતાં ૧૦ ઓવરમાં ૧૪૩/૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેમાં આશાબેન ચૌધરીએ ૩૬ બોલમાં ૧૧૨ રનનું યોગદાન આપ્યું હતું. જેની સામે ડીજીપી ૧૧ ૫૪/૫ નો સ્કોર કરી શકી હતી. ફાઇનલમાં એચ.ડી. ફિટનેસ જીમનો ૮૯ રને ભવ્ય વિજય થયો હતો. ગાંધીનગરમાં મહિલાઓ માટે આયોજિત ટુર્નામેન્ટને આવકારી બહોળો પ્રતિસાદ આપી ટૂર્નામેન્ટને સફળ બનાવવા બદલ ધારાસભ્ય રીટાબેન પટેલે પ્રત્યેક મહિલા ખેલાડીનો આભાર વ્યક્ત કર્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *