ડાંગ જિલ્લામા “વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી કરાઇ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સમગ્ર વિશ્વમા દર વર્ષે 31 મી મે ને “વિશ્વ તમાકુ નિષેધ દિન” તરીકે ઉજવવામા આવે છે.જે માટે WHO દ્વારા દર વર્ષે એક થીમ નક્કી કરવામા આવતી હોય છે.

આ વર્ષે ઉજવાયેલ WNDT ની થીમ “WE NEED FOOD, NOT TOBACCO” (અમને ખોરાકની જરૂર છે. તમાકુની નહિ), આ થીમ સ્વાસ્થ્યવર્ધક ખોરાકને પ્રાધાન્ય આપવાની જરૂરીયાત પર ભાર મુકે છે. આ થીમ અંતર્ગત તમાકુના ઉપયોગથી થતા નુકશાન અંગે જાગૃતિ અને COTPA-2003 (સિગારેટ અધર એન્ડ ટોબેકો પ્રોડોન્ટ એક્ટ) અધિનિયમની અમલવારી થાય તે હેતુથી ગિરિમથક સાપુતારા ખાતે આરોગ્ય વિભાગની ટીમ શ્રીમતી રસીલા સી.ચૌધરી (NTCPSW), સાપુતારા પી.એચ.સી.ના ડો.પ્રાચી આર.ભોયા (AMC), શ્રીમતી શાંતાબેન ગવળી (FHW), શ્રીમતી પલ્લવી એસ. ઠાકરે (CHO) તેમજ સાપુતારા પી.એસ.આઇ. શ્રી કે.જે.નીરંજન, અને તેમની ટીમ દ્વારા COTPA-2003 અધિનિયમ હેઠળ કલમ-4 અને કલમ-6(બ)માં કુલ-17 કેસ અને રૂ.3,300 નો દંડ વસુલ કરવામા આવ્યો હતો.

“વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના તમામ પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રેલી યોજી તેમજ દરેકને તમાકુ નિષેધ માટે પ્રતિજ્ઞા સંકલ્પ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *