
રિપોર્ટ ,મયુર પટેલ
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રદ્યોગિક વિભાગ ગુજરાત દ્વારા આયોજિત ઓનલાઈન STEM QUIZ 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ 5, 45 ,764 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી બી .એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાના કુલ 1033 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું .જેમાં તાલુકા કક્ષાની ક્વીઝમાં 7 વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવીને રાજ્ય કક્ષાએ પણ આ બાળકો પોતાનો દેખાવ બતાવવામાં અગ્રેસર રહ્યા હતા. રાજ્ય કક્ષાએ મુસ્કાન ,દ્વિશા, વૃત્તિ અને શિવાંગ ભવ્ય સફળતા મેળવીને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી ઇનામો મેળવ્યા હતા. શાળાની વિદ્યાર્થીની દ્વિશા મુકેશકુમાર પટેલ રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝમાં ટોપ 100 માં સ્થાન મેળવીને શાળાનું તથા સમગ્ર નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે .આચાર્ય સંજયસિંહ ડી. પરમાર તથા શાળા વ્યવસ્થાપક મંડળે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો. રાજશ્રીબેન ટંડેલે અભિનંદન આપી ટીમ રાનકુવા સતત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અનેક પ્રવૃત્તિઓમાં વિજેતા બને તેવી શુભકામના પાઠવી હતી.