મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી પ્રકાશભાઈ મહેતા ની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં ભાજપ દ્વારા વેપારી સંમેલન યોજાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નવ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ની સિદ્ધિઓ વિશે ભાજપ દ્વારા મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત હિંમતનગર શહેરના વેપારીઓનું સંમેલન યોજાયું. જેમાં મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી પ્રકાશભાઈ મહેતા મુખ્ય મહેમાન તરીકે હાજર રહી કેન્દ્ર સરકારના વિકાસલક્ષી કરેલા કામોની માહિતી આપી ભારતઇકોનોમી ક્ષેત્રે દુનિયાના દેશોની હરોળમાં આગળ છે તેમ જણાવી કેન્દ્ર અને અહીંની ભાજપ સરકારે નાના વેપારી થી માંડી ઉદ્યોગ ક્ષેત્રે અનેક યોજનાઓ મૂકી છે જેનાથી વેપારીઓના આર્થિક ક્ષેત્રે ને ધ્યાનમાં રાખી વિકાસલક્ષી કાર્યો કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે જણાવેલ કે તમે હંમેશા કાયમ ભાજપની વિચારધારા સાથે રહ્યા છો તે માટે હું તમામ વેપારીમિત્રો, ઉદ્યોગકારોનો આભાર માનું છું. જનસંપર્ક અભિયાન અંતર્ગત અમે સૌ તમારી સમક્ષ વિચાર, વિમર્શ માટે આવ્યા છીએ, અમે ખાલી ચૂંટણીઓ પૂરતા જ નહીં આવતા પરંતુ તમારા કોઈપણ પ્રશ્ન કે રજૂઆત હોય તો પણ અમે તમારી સમક્ષ આવ્યા છીએ. આ અમારુ સામાજિકદાયિત્વ પણ છે. સાંસદ દીપસિંહ રાઠોડે પણ વેપારીઓ માટે કોઈપણ સમસ્યા હોય તો જરૂર જણાવજો કહી જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા કરેલા કામોની માહિતી આપી હતી તેમજ આગામી દિવસોમાં કરવાના કામોની માહિતી પણ આપી હતી. ધારાસભ્ય વી. ડી. ઝાલાએ જણાવેલ કે શહેર અને તાલુકામાં કોઈપણ વિકાસના કામો હોય તો મારા ધ્યાન ઉપર લાવજો. આપણું શહેર અને તાલુકાને વિકાસના મોડલ દ્વારા શ્રેષ્ઠ તાલુકો બનાવવાનો છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ પટેલ સહિત ભાજપ વેપારી સેલના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, વાસુદેભાઈ રાવલ, બંટીભાઈ મહેતા, જયેશભાઈ પટેલ (કવિ), તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *