



ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,કલેકટર તુષાર સુમેરા ,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ જોડાયા
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર જીઆઇડીસી માં જોગર્સપાર્ક ખાતે બાયસીકલ ક્લ્બ દ્વારા 7 માં સાયક્લોથોન અને વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,કલેકટર તુષાર સુમેરા ,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ સહીત ના આગેવાનો અને સ્વાસ્થ્ય અને પકૃતિ પ્રેમી જનતા જોડાય હતી .
બાઈસિકલ કલ્બ અંકલેશ્વર દ્વારા સ્વાસ્થ્ય અને પકૃતિ પ્રેમી જનતા માટે સાયક્લોથોન અને વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયકલીંગ માટે 20 કિલોમીટર અને વોકિંગ માટે 5 કિલોમીટર નું અંતર રાખવામાં આવ્યું હતું જીઆઇડીસી માં આવેલ જોગર્સપાર્ક ખાતે ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,જિલ્લા કલેકટર તુષાર સુમેરા ,ભરૂચ ના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવો એ ફ્લેગોફ કરી સાયક્લોથોન અને વોકેથોન નું પ્રસ્થાન કરાવ્યું હતું ,સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,કલેકટર તુષાર સુમેરા ,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ બાઈસીકલ ક્લબ ના નરેશ પુજારા પણ સાયક્લોથોન માં જોડાયા હતા આ સાયક્લોથોન અને વોકેથોન પાણી બચાવો અને વરસાદી પાણીનો સંગ્રહ કરો અને પાણી બચાવો ના સૂત્રો સાથે જીઆઇડીસી ના વિવિધ વિસ્તારો માં થી પસાર થઇ પરત જોગર્સપાર્ક ખાતે ફરી ને સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં મહાનુભાવો ના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ સાયક્લોથોન અને વોકેથોન માં મોટી સંખ્યા માં સ્વાસ્થ્ય અને પકૃતિ પ્રેમી જનતા સહીત ઉદ્યોગકારો અને બાઈસીકલ ક્લબ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા