





કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – 2023 અંતર્ગત ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકા માં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.. હાંસોટ ની કુમાર અને કન્યા શાળા તથા રામ નગર , અંભેટા તથા પારડી ગામની ની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા, આંગણવાડી તથા ધોરણ-1 માં બાળકોને શાળા માં પ્રવેશ આપ્યો હતો.
આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2023 અંતર્ગત ભરૂચ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા હાંસોટ તાલુકા ની વિવિધ શાળા માં ભૂલકાઓને પ્રવેશ કર્યો હતો.. હાંસોટ ની કુમાર શાળા , બાલવાટી અને કન્યા પ્રાથમિક શાળા તથા રામ નગર ની પ્રાથમિક શાળા તથા ઉર્દૂ મિશ્ર શાળા તેમજ ,અંભેટા તથા પારડી ગામની ની પ્રાથમિક શાળામાં બાળકોને પુષ્પગુચ્છ તથા સ્કુલ બેગ વિતરણ કરીને વિધિવત શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર તાલુકામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.વધુમાં શાળામાં સારા પરિણામો હાંસલ કરનાર પણ આ પ્રસંગે પરિતોષિક કર્યા હતા. મંત્રી મુકેશભાઈ પટેલ શાળાના ભૂલકાઓ સાથે બાળસહજ વાર્તાલાપ કર્યો હતો.જેમાં તેમને ભૂલકાઓને જમવા તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાના હિમાયત કરી હતી.આ ઉપરાંત શાળાના ભૂલકાઓને સોશ્યલ મિડીયાનો ઉપયોગ શિક્ષણના હેતુ પૂરતો જ કરવા સમજાવ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાન માં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ – નિપુણ ભારત – નિપુણ ગુજરાત પુસ્તકનું વિમોચન કર્યું હતું. સાથે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કે એફ વસાવા સહિત શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.