ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ માં 9 વર્ષ પૂર્ણ થતા તેની સાફલ્ય ગાથા કાર્યક્રમ યોજાયો

ભરૂચના પંડિત ઠાકોર ઓમકારનાથ ભવનમાં કેન્દ્રના પૂર્વ કેન્દ્રીય મંત્રીના ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ માં 9 વર્ષ પૂર્ણ થતા તેની સાફલ્ય ગાથા છેવાડાના માનવી સુધી પહોંચાડવા ભાજપ દ્વારા એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેના ભાગરૂપે ભરૂચના પંડિત ઠાકોર ઓમકારનાથ ભવનમાં કેન્દ્રના પૂર્વ કેન્દ્રીય મંત્રીના ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નેતૃત્વના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ હાલમાં કાર્યક્રમોના આયોજન કરાય રહ્યા છે.આ વિશેષ અભિયાન અંતર્ગત ભરૂચમાં આવેલા પંડિત ઓમકારનાથ હોલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન જી અને દરભંગા વિધાનસભાના ધારાસભ્ય સંજય સરાગીની વિશેષ ઉપસ્થિતિ માં લાભાર્થી સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ,અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પૂર્વ મંત્રીએ સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં થયેલા વિકાસની ગાથા સમજાવી આ ગાથા અન્ય લોકો સુધી લઈ જવા માટે અપીલ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *