

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના આરોગ્ય તંત્રે પણ તેનું યોગદાન નોંધાવ્યું છે.
ડાંગ જિલ્લામાં તા.૧૨/૧૩ જૂન દરમિયાન જિલ્લાની ૩૭૮ પ્રાથમિક શાળાઓમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન, આરોગ્ય વિભાગના RBSK ની આઠ જેટલી ટીમોએ પ્રથમ દિવસે ૨૪ શાળાઓમાં હાજાર રહી, ૧૨૨૦ જેટલા વિધ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી.
શાળાના બાળકોના વજન, ઊંચાઈ, સ્વચ્છતા જેવી ચકાસણી બાદ ખામીવાળા બાળકોની સ્થળ ઉપર જ સારવાર કરવા સાથે, તેમનું વેક્ષિનેશન, HB પણ ચેક કરાયું હતું. દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોને RBSK કાર્યક્રમની સમજ આપવા સાથે આરોગ્ય શિક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું.