
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
યોગવિધાની નગરી ઋષિકેશવાળા ડો. સ્વામી અરુણાનંદ મુનિ યોગગુરૂ છેલ્લા 18 વર્ષથી યોગ અંગે શિખવી માર્ગદર્શન આપે છે. હાલ તેઓ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં 2019થી ડાંગના બાળકો માટે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ એકેડેમી, ઉખાટિયામાં સ્થાપના કરેલ છે. પોતે સંશોધિત વિદ્વાન છે. તથા તેઓ યોગગુરૂ ઉપરાંત આયુર્વેદિક, ધર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા અને જ્યોતિષ તેમજ આધ્યાત્મિકના માસ્ટર છે. તંત્રવિદ્યાના આચાર્ય છે.
ડોક્ટર સ્વામી યોગી અરુણાનંદ મુનિ નો “સર્વગ્રાહી સુખાકારી માટે યોગ” અંગનો એક કાર્યક્રમ, આરોગ્ય કેન્દ્ર, યોગાસન, કોર્ટ પાછળ, જુનાથાણા, નવસારી ખાતે બુધવાર તા. 21 જૂન 2023ના સાંજે 6 થી 7 એક કલાકનો કાર્યક્રમ યોજેલ છે. નવસારીના યોગ શિક્ષક પ્રિતિબેન ભાવસાર અને ટ્રસ્ટીઓ દ્વારા યોજેલ છે.