
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: 24: PC & PNDT Act-1994 અંતર્ગત શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમા યોજવામા આવી હતી.
The PC & PNDT Act અંતર્ગત જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની દર માસે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લેવાય તથા સોનોગ્રાફી મશીનનુ વેરીફિકેશન કરી ચેકલિસ્ટ ભરવામા આવે અને તે દર માસના અંતે જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમા જમા કરવામા આવે તે અંગે ચર્ચા કરવામા આવી હતી.
જિલ્લાએ કક્ષાએ વર્કશોપનુ આયોજન કરવા અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.

વર્ષ ૨૦૨૨-૨૩ના Sex Ratio બાબતે ચર્ચા કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જણાવ્યું કે, જે તાલુકામાં Sex Ratio ઘટતા ચિંતાજનક સ્થિતિએ પંહોચી જવા પામ્યો છે. તે તાલુકામાં IEC કરવા જણાવ્યુ હતું. અત્રેના ડાંગ જિલ્લાના અંતરયાળ વિસ્તારમાં જાતિ પરિક્ષણ થતું હોઇ શકે તેવી શક્યતા ઓછી જણાય છે. કુદરતી કારણ પણ સેક્સ રેશિયો ઘટવાનું કારણ હોઇ શકે છે.
વધુમાં અત્રેના જિલ્લા ખાતેથી અન્ય જિલ્લામાં જઇ જાતી પરિક્ષણ કરાવનારની માહિતી મેળવી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને માહિતગાર કરી કાર્યવાહી કરવાનુ સુચવેલ, તથા જિલ્લાનો Sex Ratio ની ચિંતા કરતા આગામી સમયને ધ્યાનમાં રાખી વધુ સાવચેતી પુર્વક કામગીરી કરવાની સુચના આપવામા આવી હતી.
આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.હિંમાશુ ગામીત, માઇક્રોબાયોલોજીસ્ટ આહવા સિવિલ ડો.હેતલ રાઠોડ, બાળરોગ નિષ્ણાંત શ્રી ડો.દિલીપ ચૌધરી, આહવા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનુરાધા ગામીત, વઘઇના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.ડો.સ્વાતિ પવાર, IMA ચેરમેનશ્રી ડો.એ.જી.પટેલ, મેનેજર પ્રોગ્રામ આગાખાન સંસ્થા શ્રી પરશોત્તમભાઇ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી ઉમાકાન્તભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.