ડાંગની મુલાકાતે આવેલા શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે રંભાસ ખાતે સ્માર્ટ ક્લાસ રૂમનું ઉદ્ઘાટન કર્યું :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 1: ગુજરાતી રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરી શ્રી મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા, જ્ઞાનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-રંભાસ ખાતે આધુનિક ભૌતિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત બિલ્ડીંગના સ્માર્ટ ક્લાસ રૂમનુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.

તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા શિક્ષણ મંત્રીશ્રી દ્વારા હાલ નિર્માણધીન આધુનિક ભૌતિક સુવિધાઓથી સજ્જ પ્રાર્થના હોલ, ડાયનિંગ હોલ, રસોઈ ઘર તથા છાત્રાલયના નવા બિલ્ડીંગની પ્રથમ ઇષ્ટિકાનુ સ્થાપન પણ કરવામા આવ્યુ હતુ.

આ પ્રંસગે મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતુ કે, જ્ઞાન સેવા વિદ્યા સંકુલ બાળકોના સંસ્કાર શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સતત ચિંતિત છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી સંતોના માર્ગદર્શન તથા શાળા પરિવારના અથાગ પુરુષાર્થ દ્વારા શાળાનું છેલ્લા પાંચ વર્ષનું પરિણામ 90 ટકાથી વધારે મેળવવા બદલ શાળા પરિવારને શુભકામના પાઠવી હતી.

મંત્રીશ્રીએ બાળકોને જણાવ્યું હતું કે, અહીં સંતોના સાનિધ્યમાં ગુરુકુળ પરંપરા અનુસાર શિક્ષણ અને સંસ્કાર મળી રહ્યા છે. સાથે સાથે આધુનિકતાનો પણ સુમેળ સધાયો છે. આ સંસ્થામાં સ્લેટથી નેટ સુધીનું શિક્ષણ અપાઈ રહ્યું છે. જેનો શ્રેષ્ઠ ઉપયોગ બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે તેવી શુભકામના પાઠવી, બાળકો સાથે દોઢ કલાક જેટલો સમય વિતાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023 મા શાળાનું એચ.એસ.સી.નુ પરિણામ 100 ટકા લાવવા બદલ આહવા ખાતે માનનીય શિક્ષણ મંત્રીશ્રીના વરદ હસ્તે આચાર્યશ્રીને સન્માન પત્ર આપી શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ હજુ વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે માટે નવા બિલ્ડીંગની પ્રથમ ઇષ્ટિકા કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય મંગલનયન સ્વામી, પૂજ્ય મુનિચરણ સ્વામી, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે તથા ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *