રોટરી ક્લબ ડિવાઈન દ્વારા પદગ્રહણ સમારંભ

રોટરી ક્લબ ડિવાઈન ડીસા દ્વારા શપથગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં રોટે. ગિરિજાબેન અગ્રવાલે પ્રમુખ તરીકે શપથ લીધા અને રોટે.ડૉ વર્ષાબેન પટેને સેક્રેટરી તરીકે શપથ લીઘા અને બોર્ડના દરેક સભ્યોને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ શપથ ઈનસ્ટોલેશન ઓફિસર રોટે.મોહનભાઇ પરાશર દ્વારા લેવડાવવામાં આવેલ. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના નવયુવાન અને લોકપ્રિય ઘારાસભ્ય શ્રીપ્રવિણભાઈ માળી હાજર રહયા. આસિસ્ટન્ટ ગવર્નર રોટે.મનોજ જોષી દ્વારા નવા રોટેરિયન મેમ્બર્સ ની શપથ વિધિ કરેલ. તમામ વક્તાઓએ રોટરી અને સમાજ સેવા વિશે વાત કરી હતી અને માત્ર મહિલા સભ્યોની આ સંસ્થાના કાર્યની પ્રશંસા કરી હતી. ડો.બિનલબેન ને ગીરીજાબેન અને હીનલબેન ને વર્ષાબેન્ કોલક પહેરાવીને સન્માનીત કર્યા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.જીગીષાબેન અને ડો.અવનીબેન દ્વારા કરવામાં આવ્યુ. નવી ટીમને ઉપસ્થિત તમામ નગરજનો, પ્રમુખ/સેક્રેટરી, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ ગિરિજાબેન અગ્રવાલને ફેમિલી,તથા વડીલોને શુભેચ્છાઓ આપી , પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર અને રોટરી ડિવાઇન ડીસા ક્લબના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ ડો. રીટાબેન પટેલે સાથે રહી “સહેલી બુલેટિન” નું વિમોચન કર્યું હતું. આ ક્લબના ક્લબ એડવાઈઝર રોટે.ડૉહિરેનભાઈ પટેલ ,રોટે પ્રવીણભાઈ વ્યાસ અને રોટે. કેયુરભાઈ ઠક્કર હાજર રહ્યા અને દરેક મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા. દરેક રોટેરીયન બહેનોએ ખૂબ જ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *