ગુજરાતના મનોદિવ્યાંગોએ જર્મની-બર્લીનમાં ૧૪ મેડલ જીત્યા

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

જર્મની-બર્લિન ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિકસ વલ્ડ સમર ગેમ્સ ૨૩માં ગુજરાતના મનોદિવ્યાંગોએ જર્મની-બર્લીનમાં ૧૪ મેડલ જીતીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે. આ રમતોમાં ૧૯૦ જેટલા દેશોમાંથી ૭૦૦૦ કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પમેલા ૧૪ –એથ્લેટસ અને ૧૦ કોચે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જર્મની – બર્લિન ખાતે જુદી-જુદી રમતોમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું છે. વલ્ડ સમર ગેમ્સની શરૂઆત પહેલા જ વિશ્વભરમાંથી આવેલા જુદા-જુદા ડેલીગેશન માટે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ ફ્રેન્કફસ્ટ શહેર ખાતે યોજાયો હતો.જ્યાં ગુજરાતી રમતવીરો એ ગરબા રમીને બધાના દિલજીતી લીધા હતા.ત્યાર બાદ ૧૭ જૂને ઓપેનીંગ સેરેમની, ભવ્ય ટોર્ચરન અને આતશબાજી સાથે વલ્ડ સમર ગેમ્સનો શુભારંભ થયેલ અને ૧૭ થી ૨૫ જૂન સુધી જુદા જુદા ગ્રાઉન્ડ પર જુદી જુદી સ્પોર્ટ્સ ઇવેન્ટ ,કલ્ચરલ પ્રોગ્રામ, હેલ્થ ચેકઅપ,યંગ એથ્લેટ્સ જેવા અનેક પ્રોગ્રામ યોજાયા હતા. ગુજરાત સ્પેશિયલ ઓલિમ્પિકસ લોકડાઉન દરમિયાન ઓનલાઈન અને ત્યારબાદ જુદાજુદા કેમ્પ દ્વારા આપવામાં આવેલ સતત તાલીમના કારણે આપણાં ગુજરાતી મનોદિવ્યાંગ રમતવીરોએ વલ્ડ-સમર ગેમ્સમાં ૨-ગોલ્ડ મેડલ ,૮ – સિલ્વર મેડલ અને ૪ – બ્રોન્જ મેડલ મળી કુલ – ૧૪ મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતના રાષ્ટ્ર ધ્વજને ઉચ્ચ સન્માન અપાવ્યું છે. આ ઉપરાંત -૩ રમતવીરોએ ચોથા અને પાંચમાં સ્થાને રહી રીબીન પ્રાપ્ત કરી હતી. તેનાથી માર્ગદર્શક કોચ ચીમનભાઈ યું.ડોડીયા ( સ્પેશિયલ ઓલિમ્પિકસ ગુજરાત – અરવલ્લી ના જી & ડી મેનેજર )તેની સિદ્ધિથી ખુબ ઉત્સાહિત છે. અને ગૌરવની લાગણી અનુભવે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM