










કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના નવાગામ કરારવેલ ગામ પાસે મૂળ રાજકોટ ના ખેડૂતે . એક એકર જમીન માં 30 હજાર બેગ ની ક્ષમતા વાળા શેડ માં મશરૂમ ની ખેતી કરી છે. ખાતર દવા ,પાણી અને માટી નો ઉપયોગ કર્યા વગર મશરૂમ ની એક નહિ પણ 5 -5 જાત ની ખેતી કરી અનોખી સિધ્ધિ મેળવી છે તેઓ એ રાજ્ય ના 25 જેટલા ખેડૂતો ને મશરૂમ ની ખેતી માટે વિના મુલ્યે ટ્રેનિંગ આપી મશરૂમ ની ખેતી તરફ વાળ્યા છે.
ખેતીએ માનવ જીવન ટકાવી રાખવા માટેની આ ધરતી પરની સૌથી મોટી અને મહેનત માંગી લેતી કવાયત છે. પરંતુ કેટલાક એવા ધરતીપુત્રો પણ છે જે, પરંપરાગત ખેતી થી જરા દૂર હટીને નવતર પ્રકારની ખેતી કરે છે અને દુનિયાને નવું ઉત્પાદન આપે છે. કંઈક આવા જ પ્રકારની નવતર ખેતીમાં મૂળ રાજકોટ અને હાલ અંકલેશ્વર નવાગામ કરારવેલ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પટેલ ધોરણ 4 સુધી નો અભ્યાસ કર્યો છે તેઓ પરંપરાગત ઢબ ની ખેતી છોડી ટૂંકા ગાળા ની ખેતી તરફ વળી વધુ આવક આપતી ખેતી તરફ ડગ માંડી મશરૂમ ની ખેતી તરફ ડગ માંડી ચંદીગઢ ખાતે મશરૂમ ની ખેતી ની તાલીમ મેળવી .તેમણે અંકલેશ્વર ના નવાગામ કરારવેલ ગામ પાસે એક એકર જમીન માં ભારત નું સૌથી મોટું મશરૂમ ફાર્મ ઉભું કરવા 30.હજાર બેગ ની ક્ષમતા વાળો શેડ ઉભો કરી ને મશરૂમ ની ખેતી ની શરૂઆત કરી રમેશ પટેલે .કાચી સામગ્રી તરીકે સોયાબિન ઘઉં, મગ, ડાંગર, તુવેર ના ભુસા માંથી કોઈ પણ એક ધાન નું ભુસુ મંગાવી ને આ ભુસા માં સમપ્રમાણમાં કળીચૂનો, અને થોડું પાણી ઉમેરી પલાળી તૈયાર કરવામાં આવે છે. બાદ આ ભુસા ને પ્લાસ્ટિક ની બેગ માં ભરી દેવામાં આવે છે ,અને બેગ માં કાણાં પાડવામાં આવે છે બાદ . તેમાં મશરૂમ નું બિયારણ નાખવામાં આવે છે. એ બેગને શેડ માં બનાવેલ દોરી ના સ્ટેન્ડ માં લટકાવવામાં આવે છે. જેમાં 25 દિવસ બાદ મશરૂમના અંકુર ફૂટે છે અને બાકીના ત્રણ દિવસમાં મશરૂમ 100 ગ્રામ થી લઇ 1કિલોગ્રામ નું તૈયાર થઈ જાય છે. અને તેઓ એ મશરૂમ ની ખેતી માં ખાતર દવા પાણી અને માટી નો ઉપયોગ કર્યો નથી.
તેઓ એ મશરૂમ ની 5 જાતિ ની ખેતી કરી રહ્યા છે. જેમાં બ્લ્યુ ઓસ્ટર , પિન્ક ઓસ્ટર , યલો ઓસ્ટર , વાઈટ ઓસ્ટર અને સજર કાજુ ઓસ્ટર મશરૂમ નો મબલખ પાક લઇ રહ્યા છે. અને મશરૂમ ને શ્રમજીવી પાસે તોડાવી ને ખુલ્લામાં સૂકવવામાં આવે છે. દોઢ દિવસમાં સુકાઈને મશરૂમ તૈયાર થઈ ગયા બાદ તેઓ દક્ષિણ ભારત, આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા માં મશરૂમ ના પાક નું વેચાણ કરી રહ્યા છે અને તેઓ સૂકી મશરૂમ પ્રતિ કિલો 700 થી 800 રૂપિયા ભાવે વેચાણ કરી રહ્યા છે. વર્ષમાં 5 વાર લેવાતા પાક માં એક વખત માં 6 લાખ નો નફો સાથે એક વર્ષ માં 25 થી 30 લાખ નો ચોખ્ખો નફો મળે છે.
ધોરણ 4 સુધી ભણેલા રમેશ ભાઈ પટેલે રાજ્ય ના 25 થી વધુ ખેડૂતો ને વિના મુલ્યે મશરૂમ ની ખેતી ની ટ્રેનિંગ આપી છે. અને તેઓ ને બિયારણ થી માંડી ઉત્પાદિત મશરૂમ ના પાક ના વેચાણ માટે પણ મદદરૂપ થઇ રહ્યા છે.સાથે તેમના ફાર્મ માં 25 જેટલી મહિલાઓ ને રોજગારી પણ પુરી પડી રહ્યા છે
ટૂંક માં અંકલેશ્વર ના મશરૂમ વિદેશ માં પણ જશે જે માટે જરૂરી મંજૂરી પણ તેઓ એ મેળવી લીધી છે એટલે અંકલેશ્વર ના મશરૂમ નો સ્વાદ વિદેશ ના લોકો પણ માણી શકશે
મશરૂમ માં 79 પ્રોટીન 85 ટકા પાણી છે. મશરૂમમાં પોટેશિયમ, વિટામિન-ડી, ફાઇબર, સિલી નિયમ જેવા પોષક તત્વ પણ હોય છે. તે પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. કેટલાક પ્રકાર એવા છે જે ડીએનએને થતા નુકસાનને અટકાવીને કેન્સર સામે રક્ષણ આપતી દીવાલ રચે છે. તેમજ અન્ય રોગો માટે લાભકારી માનવામાં આવે છે.