
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી માં વર્તમાન ચેરમેન કરશનભાઇ પટેલ સહીત 15 સભ્યો બિનહરીફ જાહેર થતા એપીએમસી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ની અધ્યક્ષતા હેઠળ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તમામ સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સભ્યો દ્વારા ધારાસભ્ય સભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું




અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં વર્તમાન ચેરમેન કરશનભાઇ પટેલ સહીત 15 સભ્યો એ ઉમેદવારી કરી હતી જો કે કરશનભાઇ પટેલ ની પેનલ સામે કોઈ પણ ઉમેદવારી પત્રો નહિ ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા કરશનભાઇ પટેલ સહીત તમામ સભ્યો ને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા ,ત્યારે એપીએમસી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ની અધ્યક્ષતા હેઠળ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કરશનભાઇ પટેલ સહીત તમામ બિનહરીફ સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વર્તમાન ચેરમેન કરશનભાઇ પટેલ સહીત તેમના સભ્યો અને અન્ય આગેવાનો અને ભાજપ ના કાર્યકરો દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને મારૂતીસિંહ અટોદરિયા નું પણ પુષ્પગુચ્છ વડે સન્માન કર્યું હતું સાથે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા એ કરશનભાઇ પટેલ સહીત એપીએમસી ના તમામ સભ્યો ને શુભેચ્છા પાઠવી હતી