વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના લિમરેક ખાતે યોજાયેલી યુવા વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરતી ભારતીય ટીમ વિશે ટ્વિટ કર્યું.

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાનું ગૌરવ,ભગોરા ભાર્ગવી ભાગ લીધો છે, તે નડિયાદ એકેડેમી અને ગુજરાત તીરંદાજી માટે ગૌરવની ક્ષણ છે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના લિમરેક ખાતે યોજાયેલી યુવા વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરતી ભારતીય ટીમ વિશે ટ્વિટ કર્યું.જે ટિમમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાનું ગૌરવ ભગોરા ભાર્ગવી છે, જે ગુજરાત અને અરવલ્લી જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર કોલેજની વિદ્યાર્થીની ભાર્ગવી વર્ગીશકુમાર ભગોરાએ ગૌરવ વધાર્યું છે.
અરવલ્લી જિલ્લા માટે ગર્વ ની બાબત છે ભગોરા ભાર્ગવી મેઘરજ ની ખેલાડી છે અને હાલ ગુજરાત નડીયાદ ખાતે એકેડેમી માં તાલીમ લઇ રહી છે. અગાઉ એના પિતા શ્રી વર્ગીસ કુમાર જોડે તાલીમ લઇ રહી હતી તેના પિતા પણ આર્ચરી માં ગુજરાત માં સારુ એવુ નામ ધરાવે છે અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *