
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી,અરવલ્લી દ્વારા ચાલુ વર્ષે સબજુનિયર અં-૧૪ ભાઈઓ અને અં-૧૭ ભાઈઓ / બહેનોની સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૩નું આયોજન તા.૧૪/૦૯/૨૦૨૩ થી ૨૩/૦૯/૨૦૨૩ સુધીમાં ન્યુ દિલ્હી ખાતે યોજાનાર છે. જેમાં ગુજરાત રાજ્યની વિજેતા ટીમો ભાગ લેશે જે અન્વયે અરવલ્લી જીલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૨૦/૦૭/૨૦૨૩નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે સેન્ટ્ર ઝેવિયર્સ સ્કુલ ભિલોડા ,તા.ભિલોડા જિ.અરવલ્લી ખાતે કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આપની શાળાની ટીમોનું પ્રિ-સુબ્રટો મુખર્જી ટુર્નામેન્ટની વેબસાઈટ (www.subrotocup.in) પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરેલ ટીમો જ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
સ્થળ :- સેન્ટ્ર ઝેવિયર્સ સ્કુલ, ભિલોડા, તા.ભિલોડા જિ.અરવલ્લી
સંપર્ક નામ અને નંબર :- ડૉ.અમિત કુમાર ઉપાધ્યાય ( સંપર્ક નં-૯૭૨૬૧૪૪૮૫૫ )
