ડીસા નગરપાલિકાના વોર્ડ ૯ માં ચાહના અને બ્હોળા પ્રતિસાદથી જ્વલંત વિજય મેળવી ભારતીય જનતા પાર્ટી કમળને ખિલવશે

ડીસા નગરપાલિકાના વોર્ડ ૯ માં એક સદસ્યે આપેલા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આજે વિજયી મુહૂર્તે પાર્ટીના સંનિષ્ઠ આગેવાનો પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તેમજ ભાજપના તમામ મોર્ચાના અગ્રણીઓ કાર્યકરો અને લોધા સમાજના આગેવાનો યુવાનો સર્વ સમાજના લોકો મુસ્લિમ બિરાદરો સહિત સમર્થકો સાથે પત્રકાર એવા કાંતિલાલ બાબુલાલ લોધાએ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. પાલિકાના વોર્ડ ૯માં આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપના કમળ ઉપર ચૂંટણી લડશે. રાજ્યભરમાં નગર પાલિકાઓ અને મહા નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ ૨૦૨૩માં ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર ૯ના સદસ્યની ખાલી પડેલી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે. પાલિકાના વોર્ડ નંબર ૯માં અપક્ષ સદસ્ય તરીકે ચૂંટાયેલા સાદિક શેખે છ માસ અગાઉ પોતાના અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી હતી જેની પેટા ચૂંટણી જાહેર થતા આજે ભારતીય જનતા પાર્ટીએ ડીસા શહેરના પત્રકાર કાંતિલાલ બાબુલાલ લોધાને પોતાનો ઉમેદવાર જાહેર કરતા કાંતિલાલ લોધાએ પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. કાંતિલાલ બાબુલાલ લોધાએ પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, જિલ્લા પ્રભારી,શહેર પ્રમુખ પ્રતિક પઢિયાર, મહામંત્રી હકમાજી જોષી, ડીસા એ પી એમ સી ચેરમેન ગોવાભાઇ રબારી, કનુભાઈ વ્યાસ,કૈલાસભાઇ ગેલોત,પાર્ટીના સંનિષ્ઠ આગેવાનો સહિતના ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનોની હાજરીમાં નાયબ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું. આ અંગે પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ડીસા પાલિકાની પેટા ચૂંટણી માટે વોર્ડ નંબર નવમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારના સક્રિય કાર્યકર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકોના કામ કરતા યુવા આગેવાન કાંતિલાલ બાબુલાલ લોધાને ઉમેદવાર બનાવ્યા છે. તેમજ પાલિકાના વોર્ડ નંબર ૯માં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ કમળ પર ચૂંટણી લડશે. હાલમા તેમની ચાહના અને બ્હોળા પ્રતિસાદથી જ્વલંત વિજય મેળવી ભારતીય જનતા પાર્ટીના કમળને ખિલવશે
આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM