અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ અંતર્ગત આઈસીડીએસ શાખા દ્વારા ‘મિલેટ્સ વાનગી સ્પર્ધા -2023 નું આયોજન કરાયું

વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ‘ તરીકે ઉજવવાનું નક્કી કરાયું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

રાજ્યમાં મિલેટ્સ એટલે કે જાડા ધાનના પાક પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી સંકલ્પના સાકાર કરવામાં સફળતા મેળવવા આગળ વધી રહ્યા છીએ. બરછટ અનાજ ગ્લુટેન રહિત હોવાથી એને ઘઉંની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેમાં સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા,પ્રોટીન, રેસાઓ,અને નાઈસિંગ, નામના વિટામિન થી ભરપૂર હોય છે. જે ભોજન પચાવવામાં મદદરૂપ ૪૦૦ પ્રકારના એન્જાઈન્સનું પૂરક છે. જે પાચન ક્રિયામાં ખૂબ મદદરૂપ થાય છે.
બાજરી,જુવાર, રાગી,બંટી -બાવટો,કોદરા,સામો,મોરૈયો જેવા પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે.ધાન્ય પાકો આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં શરીરના સંતુલિત વિકાસ માટે ખુબ મદદરૂપ બંને છે. મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો છે.

મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લા આઇ.સી. ડી.એસ શાખા દ્વારા જિલ્લા કક્ષાની મેલેટ્સ વર્ષ -૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત બેહેનો દ્વારા દરેક પ્રકારના મિલેટસ્ નો ઉપયોગ કરી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી.અરવલ્લી જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવ્યું જેમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો.તે બેહનોએ મિલેટ્સ માંથી 36 વાનગીઓ બનાવી હતી. જેમાં જુવારની કટલેસ, નુડલ્સ, કેક, પીઝા જેવી અનેક વાનગીઓ બનવવામાં આવી હતી.જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો અને સર્ટીફીકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા,DRDO ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર, ચેરમેનશ્રી મહિલા અને બાળ કલ્યાણ સમિતિ રમીલાબેન પરમાર,તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને પદાઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને મોટી ઉપસ્થિત બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM