
દીપમાલા શોપિંગ સેન્ટર ખાતે ની ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન ની ઓફિસ ખાતે કારોબારીની બેઠક શ્રી. નાગરભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં જુદા જુદા મુદ્દાની ચર્ચા મંત્રીશ્રી એમ. એફ.મંડોરી દ્વારા કરવામાં આવી, તેમજ એજન્ડા મુજબ જુદી જુદી જેવી કે માહે જુન માં નિવૃતિ પામેલ કર્મચારીઓને એક ઇજફો મંજુર કરવા અંગેની કાર્યવાહી કરવા અંગે,તેમજ બીજી વહીવટી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી. નિવૃત્ત થયેલા કર્મચારી પૈકી બધા જ એસોસિએશનમાં જોડાય તે માટેના સઘન પ્રયત્નો કરવા અને અને નોંધાયેલા સભ્યો પૈકી તેઓના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી. શ્રી. મોતીલાલ મૈઢ દ્વારા આભાર વિધિ કરવામાં આવી..આનંદ ઠકકર ડીસા
