અંકલેશ્વર ની એસેન્ટ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધા નું આયોજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની એસેન્ટ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે યુવા ઉત્સવ સ્પર્ધા ને ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં તાલુકા ની 22 સ્કૂલ ના 177 જેટલા વિદ્યાર્થીઓ એ વયજૂથ મુજબ ની કેટેગરી ની વિવિધ સ્પર્ધા માં ભાગ લીધો હતો

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તથા ભરૂચ જિલ્લા યુવા વિકાસ અધિકારી ,અને જિલ્લા રમત ગમત .કચેરી ભરૂચ સંચાલીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધા નું શહેર ની એસેન્ટ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ યુવા ઉત્સવ સ્પર્ધા નિમિતે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ ના હસ્તે દીપપ્રાગટ્ય કરી યુવા ઉત્સવ સ્પર્ધા ને ખુલ્લી મૂકી હતી ,આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અ અને બ તેમજ ઓપન મળી ત્રણ વિભાગ રાખવામાં આવ્યા હતા જેમાં અ વિભાગ માં 15 થી 20 વર્ષ ની વય અને બ વિભાગ માં 20 થી 29 વર્ષ તેમજ ઓપન વિભાગ માં 15 થી 29 વર્ષ સુધીના સ્પર્ધકો નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધા માં સાહિત્ય ,કલા અને ,સાંસ્કૃતિક વિભાગ માં સમાવેશ કરવામાં આવેલ 15 જેટલી અલગ અલગ સ્પર્ધા યોજાય હતી જેમાં તાલુકા ની 22 સ્કૂલ ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય યુવાનો મળી 190 થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો હતો .આ પ્રસંગે અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ .નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતીબેન ભોઈ સહીત શિક્ષકો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM