અંકલેશ્વર ની જીનવાલા હાઇસ્કુલ કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ એ વૃક્ષારોપણ કર્યું હતું .સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત અંકલેશ્વર ની જીનવાલા હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા પાલિકા ની માધ્યમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલબેન ચૌહાણ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કૉલેજ આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડા તથા જીનવાલા હાઇસ્કુલના આચાર્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, સહીત અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું અંદાજિત 30 જેટલા વધુવૃક્ષો નું વાવેતર કર્યું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *