






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલીત મોદીનગર ખાતે રૂ. 65 લાખ ના ખર્ચે નવ નિર્માણ પામનાર શાળા ના બિલ્ડીંગ નું અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા મળી રહે એ હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની મોદીનગર ખાતે શાળા ના નિર્માણ માટે રૂપિયા 65 લાખ ની ફાળવણી કરવામાં આવી છે..આ નિર્માણ પામનાર શાળા ના બિલ્ડીંગ ની કામગીરી નું અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, શહેર ભાજપ પ્રમખ નરેન્દ્ર પટેલ સહીત નગર પાલિકા ના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો અને શિક્ષણ સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.