વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે વુમન એમ્પાવરમેન્ટ અંતર્ગત ફ્રી કીટ વિતરણનુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શર્મિલાબેન પટેલના માગૅદશૅન હેઠળ રોટરી કલ્બ ભરુચ અને ભારતી શીરીસ મોદી દ્વારા વુમન એમ્પાવરમેન્ટ યોજના અંતગૅત પ્રા.ભાવનાબેન ગોથાણા અને ડૉ.પ્રતિક્ષાબેન મહિડા દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.જેમાં કોલેજ ની વિદ્યાર્થીનીઓને સ્વરોજગારી પાપ્ત કરી આર્થિક ઉપૉજન કરી શકે તે માટે ફ્રી માં સિવણ,બ્યુટીપાલૅર અને કોમ્પ્યુટરના કલાસીસ ચલાવવામાં આવે છે એના માટેની જરુરીયાત ની વસ્તુની કીટ નું વિતરણ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યું. કોલેજના સેક્રેટરી ડૉ.વનરાજસિંહ મહિડા રોટરી ક્લબ કઇ રીતે કામ કરે છે અને વિદ્યાર્થીનીઓ કંઇક નવુ શીખી પોતાના પગભર બને એની માહિતી આપી.તેમજ રોટરી કલબનાં ચેરમેન મતી ડૉ.પ્રતિક્ષાબેને વિદ્યાર્થીનીઓ સ્વનિભૅર બની એક સારા ઉધૉગ સાહસીક બને એવી પ્રેરણા આપી હતી. આકાયૅક્રમમાં 270 વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *