અંકલેશ્વર ના નગરપાલિકા દ્વારા “મેરી માટી મેરા દેશ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા “મેરી માટી મેરા દેશ” અંતર્ગત ,ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ ખાતે વીરોને સમર્પિત શિલાફલકમ નું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ અને દીપ પ્રજ્વલિત તથા ધ્વજ વંદન કરી અમૃત કળશમાં પાલિકા ના તમામ વોર્ડ માંથી આવેલ માટી ને એકત્ર કરવામાં આવી હતી તેમજ શહેરના 3 સ્વાતંત્ર્ય સેનાની ના પરિજનો ને સન્માનિત કરવામાં આવ્યા હતા.આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે , અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તા 10 અને તા 11 દરમ્યાન મેરી માટી મેરા દેશ કાર્યક્રમ ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર ના ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ સ્વર્ણિમ લેક વ્યૂહ પાર્ક ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ના અમૃત સરોવર એવા ગામ તળાવ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવા, મામલતદાર કરણસિંહ રાજપુત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા,અને , જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદ પટેલ ની ઉપસ્થિતિ માં શિલાફલકમ નુ અનાવરણ કરવામાં આવ્યું હતું. દીપ પ્રજવલ્લિત કરી ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી અને શહેરના 3 સ્વતંત્ર સેનાની ના પરિવાર ના સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું. અમૃત સરોવર ખાતે 75 જેટલા વૃક્ષો નું વાવેતર કર્યું હતું બાદ નગર પાલિકા ના 9 વોર્ડ ની માટી ને અમૃત કળશ માં એકત્ર કરવામાં આવી હતી.ત્યારબાદ વીરોને વંદન કરી ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *