બી.બી.એ.,બી.સી.એ.બી.કોમ. કોલેજમાં આરોગ્યમ અંર્તગત સેમિનાર યોજાયો.


જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૭-૦૮-૨૦૨૩ના રોજ આરોગ્યમ , સ્વાસ્થયમ પરંમ ધન અંર્તગત શાળા/કોલેજના સ્ટાફ સભ્યો તેમજ કોલેજના વિદ્યાર્થીઆે માટે સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સૌ પ્રથમ દિપપ્રાગત્ય અને પ્રાથના થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમારંભના મુખ્ય વકતા યોગ ગુરૂ શ્રી શંભુ શરણ ઝા હાજર રહયા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જીવન જયોત ટ્રસ્ટ, અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ,ઉપ પ્રમુખ ભાનુભાઇ શાહ,માનદ્‌મંત્રી શ્રી અશ્વિનભાઇ પટેલ,મેમ્બરશ્રી મહેન્દ્રભાઇ સોલંકી હાજર રહયા હતા તેમજ જીવન જયોત ટ્રસ્ટ,અમરોલી સંચાલિત શાળાના આચાર્ય શ્રી દિલીપભાઇ પરમાર અને શ્રી કેયુરભાઇ શર્મા ઉપસ્થિત રહયા હતા. સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઇ શાહના આધ્યાત્મીક ગુરૂ શ્રી બાલુકાકાએ શ્રી શંભુ શરણજીનો પરિચય આપ્યો હતો. યોગ ગુરૂ શ્રી શંભુ શરણ ઝાએ પ્રાણાયમના ૫(પાંચ) પ્રકાર અને જીવનમાં યોગના મહત્વ વિશે ચર્ચા કરી હતી. તેમજ માનવ શરીરને રીલેકસ કરવા માટે રોજ ૦૭ મિનીટ જીવન માટે ફાળવી યોગ/કસરતો કરવા અંગે માહિતી આપી હતી. સેમીનાર માં કુલ ૩૧૫ જેટલા શાળા/કોલેજ ના સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઆે હાજર રહયા હતા. સંમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ સંચાલન અને આભાર વિધી પ્રા.ડાર્ૅ. અનિલા પિલ્લાઇએે કરી હતી. અંતે રાષ્ટ્રગીત થી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *