ભારતીય માનક બ્યુરો સુરત ઝોન વિભાગ દ્રારા કલેકટરશ્રીના વરદ હસ્તે સરપંચોને સ્ટાન્ડર્ડ વસ્તુઓની માહિતી લક્ષી પુસ્તકનું વિમોચન કર્યું.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

ભારતીય માનક બ્યુરો સુરત ઝોન વિભાગ દ્રારા વ્યારા આંબેડકર ભવન ખાતે ત્રણ તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓને BIS પ્રમાણિત વસ્તુઓ ISO વિશેની પુસ્તક અનાવરણ કાર્યક્રમ તાપી જિલ્લા કલેકટરશ્રી વિ.એન શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં સુરત ઝોનના આસિસ્ટન નીદેર્શક શ્રીમતી શીખાબેન રાણા, સાયન્ટીફીક ઓફિસર નીતિનભાઈ ઢોડીયા, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પોલની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
ભારતીય માનક બ્યુરો દ્રારા ગ્રામ પંચાયતના સરપંચોને સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવા માટે ISO માર્ક જેવી વસ્તુઓ જ વાપરવી જે ટકાઉ, સુરક્ષિત અને ક્યારેક નુકશાન કર્તા નથી માટે પ્રમાણિત વસ્તુઓ વાપરવા કલેકટર સાહેબ દ્રારા અનુરોધ કર્યો હતો અને ગામમાં તેવી જ માર્કની વસ્તુઓ વેચાય તે અને ખરિદ બાબતે સજાગતા લોકોમાં લાવવી. આં પુસ્તક થકી ઘણું બધું તમોને માર્ગદર્શન મળવાનું છે. BIS સહ નિર્દેશક શીખાબેન રાણા દ્રારા PPT દ્રારા, પત્ર ભારતીય માનક બ્યુરો વિષે વિશેષ માહિતી આપી. નીતિનભાઈ ઢોડીયા દ્રારા સરપંચોને લખેલ પત્રનું વાંચન અને કેતનભાઈ શાહ દ્રારા કાર્યક્રમનું તમામ આયોજન કરવામાં અને આભારવિધિ ડૉ. પોલ દ્રારા કરવામાં આવ્યું છે. સૌ મોટી સંખ્યામાં હાજર રહેલ તમામને પુસ્તક અને અંતે ભોજન લઇ છુટા પડ્યા. આમ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે ઉજવાયો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *