
” શંખનાદ ૨૦૨૩ ” અંતર્ગત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરતા શંખનાદ કરી કરવામાં આવી હતી .

કાર્યક્રમના પ્રથમ વક્તા ગુજરાત પ્રદેશ સોશિઅલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ને તેમણે મેળવેલી સફળતાઓ માટે ત્રણ તાળીઓનું સ્ટેન્ડિંગ ઓવીએશન આપ્યું હતું . સાથે જે સિદ્ધિઓ મેળવી અને જે કાર્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં થયા તે ગણાવતા તેમણે સવાલ પૂછ્યો હતો કે જો નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી ના હોત તો આ બધું શક્ય બન્યું હોત .

બીજા વક્તા ઉત્તરપ્રદેશના સોશિઅલ મીડિયા ઇન્ચાર્જ શ્રી શશીકુમારે તેમના વ્યક્તત્વમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ માં દેશમાં પરિવર્તનની શરુઆત થઈ અને પ્રથમ વખત એક ગરીબ ઘરના દીકરા ભારત દેશના શિખર પુરુષ બન્યા . તેમણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા દેશના છેવાડાના માનવીના તથા સમાજના દરેક વર્ગના હિતમાં જે કાર્યો કરવામાં આવ્યા હતા તે ગણાવ્યા હતા .

સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાએ સુરત સોશિઅલ મીડિયાની ટીમને તેમની ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા . સાથે તેમણે જણાવ્યું હતું કે સુરત ભાજપ પરિવાર હંમેશા ઉત્તમ કાર્યક્રમોનું આયોજન કરવા અને પ્રથમ રહેવા માટે જ ટેવાયેલું છે .

ઉપરોક્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી , સુરત શહેરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , અન્ય શહેર સંગઠન હોદ્દેદાર અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા વોલિયન્ટર હાજર રહ્યા હતા .