માણેકપોર આયુર્વેદ દવાખાનાનું મકાનનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

લસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપોર ગામે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, આયુષ નિયામકની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, વલસાડ સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાના માટે નવનિર્માણ થનારા મકાનનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. રૂા.૨૨.૪૧ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આ મકાનમાં કેસરૂમ,  મેડીસીન રૂમ, મેડીકલ ઓફિસર રૂમ વગેરે સાથેના આધુનિક સુવિધાયુક્‍ત મકાનનું નિર્માણ થતાં અહીં આવતા દર્દીઓને વધુ સુવિધા મળશે. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે સૌનું આરોગ્‍ય સારું રહે તેવી શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, આયુર્વેદ દવાખાનાનું નવું મકાન બનતાં આ વિસ્‍તારના લોકોને નવી સુવિધા ઉપલબ્‍ધ બનશે. કોરાના મહામારીના કપરા સમયે પ્રાચીનયુગથી ચાલી આવેલી આયુર્વેદ ઉપચાર મહત્ત્વનો સાબિત થયો છે. જંગલ વિસ્‍તારોમાં મળતી આયુર્વેદિક વનસ્‍પતિનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. દરેક વિસ્‍તારોમાં સરકારની માર્ગદર્શિકા મુજબ સામુહિક, પ્રાથમિક અને પેટા આરોગ્‍ય કેન્‍દ્રો ગ્રામજનોને તાત્‍કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કાર્યરત છે, જેના થકી લોકોનું આરોગ્‍ય સારું રહેવાની સાથે બીમારીના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. માણેકપોર, સરઇ અને તેની આજુબાજુના ગામોના લોકોને ૨૪ કલાક એમ્‍બ્‍યુલન્‍સ સેવા ઉપલબ્‍ધ બને તે માટે લોકસહયોગથી નવી એમ્‍બ્‍યુલન્‍સ કાર્યરત કરવાનું આયોજન હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. મકાન સારું અને મજબૂત બને અને બન્‍યા બાદ તેની યોગ્‍ય જાળવણી થાય તેમાં ગ્રામજનોનો સહયોગ આવશ્‍યક હોવાનું જણાવ્‍યું હતું. સ્‍વામી નારાયણ સંપ્રદાયના સ્‍વામીએ આર્શીવચન પાઠવતાં સૌના આરોગ્‍યની શુભકામના પાઠવી હતી. આ અવસરે વલસાડ આયુર્વેદિક અધિકારી ડૉ. મનહરભાઇ ચૌધરી, પી.આઇ.ઓ. દેવાંશુભાઇ દેસાઇ, માણેકપોર સરપંચ અર્જુનભાઇ, ઉમરગામ સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, અગ્રણી રામદાસભાઇ વરઠા, આયુર્વેદ દવાખાનાનો સ્‍ટાફ, ગ્રામજનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *