ગુજરાતના નાગરિકોને કોરોનાની અદ્યતન સારવાર આપવા માટે રાજ્ય સરકારે અદ્યતન કોવિડ હોસ્પિટલોની સાથે ઉત્તમ કક્ષાની ગુણવત્તાસભર સેવા આપીને લોકોના તંદુરસ્ત જીવનની ઉત્તમોતમ દરકાર કરી છે. રાજકોટની પીડીયુ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયેલા દર્દીના નાનાભાઈ યજ્ઞેશ જોષી જણાવે છે કે, મારા મોટાભાઈ રાકેષ જોષી કેન્સરની બિમારીથી પીડાય છે અને હાલમાં તે બોલી શકતા નથી. તેમને તાવ હઅને કફ જેવી સમસ્યા હોવાથી ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવતા સારવાર અર્થે રાજકોટ સિવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમને સારામાં સારુ ભોજન અને સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હેલ્પડેસ્ક અને કલેક્શન સેન્ટરની સુવિધા સૌથી સારી છે.ખાનગી હોસ્પિટલ કરતા ઉતકૃષ્ટ પ્રકારની સેવા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા હું દાખલ થઈ હતી. અહીંયા અમને સ્વચ્છતા અને સગવળતા પુરી પાડવામાં આવે છે. ચા-નાસ્તો, બે ટાઈમનું ભોજન, દવા ઉકાળો સમયસર મળી રહે છે. ડોક્ટરો ૩-૪ વાર આવીને ઘરના સભ્યોની માફક ચેકીંગ કરી જાય અને જરૂરી દવા આપી જાય છે. હવે મારી તબિયત સારી થઈ જતા મને રજા આપી રહ્યા છે.

