રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીના નિયંત્રણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સધન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેતપુર શહેરની મેઇન બજાર, બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાં અધિકારીઓની ટીમ બનાવી ચાર દિવસમાં અંદાજિત ૯૯ જેટલા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. ઉપરાંત, જાહેર જનતાને યોગ્ય રીતે માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે તથા સોશ્યલ ડીસ્ટસિંગ જાળવી રાખવાની બાબતો અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યુ હતું. જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ એવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવા અથવા કોરના હેલ્પલાઇન નં. ૧૦૪ પર ફોન કરવો, તેમ આરોગ્યશાખા-જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાાવાયું છે.

