મહુવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ આરોગ્ય મેળો યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

  આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ મહુવા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર મહુવા ખાતે આયુષ્માન ભવઃ આરોગ્ય મેળા નુ આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી,સુરત ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, અને સા.આ.કેંન્દ્ર ના અધિક્ષકશ્રી અને પ્રા.આ.કેન્દ્ર ના સ્ટાફ સંકલન થી આયુષ્માન ભવઃ આરોગ્ય મેળો યોજાયેલ હતો.

આ કાર્યક્રર્મ ઉપસ્થિત મહેમાન મહુવા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી, શીલાબેન પટેલ. ઉપ પ્રમુખશ્રી,ચેતનભાઇ મિસ્ત્રી, તાલુકા ના દંડક કોશિકાબેન પટેલ તાલુકા મહુવા ભાજપ સંગઠન પ્રમુખશ્રી હિતેશભાઇ નાયક,તથા આગેવાનશ્રી જયમીનભાઇ ઢોડીયા તથા ગામના મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ હેલ્થ મેળામાં વિવિધ આરોગ્ય વિભાગના નિષ્ણાંતો દ્વારા આરોગ્ય તપાસ તથા સારવાર આપવામાં આવી હતી..જેમા તાલુકાના વિવિધ ગામોમાથી ૨૦૬ લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *