વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મ દિન નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ ના અઘ્યક્ષસ્થાને સુમુલ ડેરી દ્વારા રોટરી આઈ ઇન્સ્ટીટયુટ-નવસારી તથા સરદાર હોસ્પિટલ બારડોલીના સહયોગથી નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ૭૪મા જન્મદિન નિમિત્તે વિવિધ સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજરોજ બાજીપુરા શીત કેન્દ્ર ખાતે સુમુલ ડેરી,સુરત અને રોટરી આઈ ઇન્સ્ટીટયુટ-નવસારી તથા સરદાર હોસ્પિટલ બારડોલીના સહયોગથી નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને આદિવાસી વિસ્તારના વિકાસ માટેની વિવિધ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે હું પણ ઝરીમોરા ગામની દૂધ મંડળીનો પ્રમુખ છું અને સુમુલ દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ થકી મારા સભાસદોને દૂધ ઉત્પાદનના માધ્યમથી મહત્તમ વળતર મળે તે માટે પારદર્શક વહીવટ આપવાનો સતત પ્રયાસ કરું છું. વધુમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને આપણે પણ સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરેથી કરી,દૂધ મંડળી, આંગણવાડી,આરોગ્ય કેન્દ્ર વગેરે સ્વચ્છ બને તે માટે ૧ ઓક્ટોબર ના રોજ ૧ કલાક શ્રમદાન કરીએ તેવો અનુરોધ કર્યો હતો.
ઓલપાડ તાલુકાના ડીરેક્ટરશ્રી જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૯૫૧ સ્થપાયેલી સુમુલ ડેરી હાલમાં દૈનિક ૨૩ લાખ લિટર જેટલું દૂધ ઉત્પાદન કરે છે અને આગામી વર્ષોમાં દૈનિક ૨૫ લાખ લિટર દૂધનું ઉત્પાદન કરશે. તેઓએ હરિતક્રાંતિના પ્રણેતા ડો.એમ.એસ.સ્વામીનાથનને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
રોટરી આઈ નવસારીના ચેરમેન શ્રી યોગેશભાઈ દેસાઈ દ્વારા સુમુલ ડેરીના સહયોગથી ચલાવવામાં આવતા નેત્રયજ્ઞની વિવિધ કામગીરીની વિસ્તૃત છણાવટ કરી હતી. સુમુલે શરુ કરેલા આ સેવાયજ્ઞથી આજદિન સુધી હજારો લોકોએ લાભ મેળવેલ છે એમ તેઓએ જણાવ્યું હતું.
આજના આ નેત્રયજ્ઞમાં કુલ ૧૨૦૦ જેટલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૬૮૦ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૪૪૦ દર્દીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. અને કુલ ૪૦ જેટલી બોટલ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
સુમુલ ડેરીના એમડીશ્રી અરુણ પુરોહિત દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો,પ્રમુખશ્રીઓ,મંત્રીશ્રીઓ,સભાસદોનુ સ્વાગત કર્યું હતુ અને પલસાણા તાલુકાના ડીરેક્ટર શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુમુલ ડેરીના ડીરેક્ટરશ્રીઓ બળવંતભાઈ પટેલ, શ્રી રીતેશભાઈ વસાવા,શ્રી ભરતભાઈ પટેલ,શ્રી શૈલેશભાઈ પટેલ,શ્રી રેસાભાઈ ચૌધરી,શ્રી કાન્તીભાઈ ગામીત અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *