કલેક્ટરશ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ઇકબાલ મેમણ હિંમતનગર

જિલ્લા સ્વાગતમાં ૭ અરજીઓનુ હકારાત્મક નિકાલ

     સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં "જિલ્લા સ્વાગત કાર્યક્રમ" કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ૮ અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.


આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, પ્રદૂષણ લગતા પ્રશ્નો, જમીન સર્વે,પ્લોટ ફાળવણી, આવાસ યોજના વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, શ્રી પાટીદાર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી અલ્પેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *