




ગાંધી જયંતિ નિમિત્તે, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશવ્યાપી શ્રમદાનની હાકલ હેઠળ, બ્રહ્મા કુમારીઝ સેક્ટર ૨૮, ગાંધીનગરના ઈન્ચાર્જ આદરણીય કૈલાશ દીદીજીના આદેશ મુજબ સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ તળે સહ-ઈન્ચાર્જ બી.કે.જુગનુ દીદી, બી.કે. ક્રિપલબેન, બી.કે.પારૂલબેન, બી.કે. મનીષાબેન, બી.કે.ભરતભાઈ, બી.કે.નિર્મલભાઈ ખાસ આમંત્રિતો તરીકે, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 (સેક્ટર 24, 27, 28) ના કોર્પોરેટર સોનાલીબેન પટેલ, અધિકારી ઉરેનકુમાર પટેલ, સવજીભાઈ સોલંકી, બાબુભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો સાથે ગાંધીનગર સેક્ટર-૨૮ ના પ્રખ્યાત પાર્ક-જાહેર બગીચામાં ૧/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે ‘ભારત માતા કી જય’ના નારા સાથે વિશેષ શ્રમદાન-સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારો, વડાપ્રધાનની સ્વચ્છતા ચળવળ અને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ મુખ્ય પ્રશાસક બ્રહ્મા કુમારીઝ દાદી જાનકીજીએ આપેલા યોગદાનને ખાસ યાદ કરવામાં આવ્યા હતા.