સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ મા સુવાલી બીચ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજયો

રિપોર્ટ,મયુર પટેલ

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આવાહન થી દેશભરમાં સ્વચ્છતા અભિયાન ની ખૂબ જ જાગૃતિ આવી છે .
સ્વચ્છતા નો કાર્યક્રમ દેશભરમાં થઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં સુરત જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સુરત જિલ્લા સંયોજકો દ્વારા સુરતના સુપ્રસિદ્ધ સુવાલી બીચ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ  કાર્યક્રમ મા સુરત જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલ,તાલુકા પંચાયત કારોબારી સભ્ય લતાબેન પટેલ,ચોર્યાશી તાલુકા સંગઠન પ્રમુખ કરશનભાઈ પટેલ,મામલતદાર , AM/NS કંપનીનાં CSR સ્ટાફ, પોલીસ કર્મીઓ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ સુરત જીલ્લાના સંયોજક રાજનભાઈ વરિયા, તલાટી કમ મંત્રીઓ તેમજ અન્ય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નવયુવાનો જોડાયા અને સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવામાં આવે એવી પ્રતિજ્ઞા લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *