



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર માં પૂર અસરગ્રસ્ત 5500 થી વધુ પરિવાર ને કીટ અપાઈ હતી. ધારાસભ્ય ના માર્ગદર્શન હેઠળ પંડવાઈ સુગર તેમજ વિવિધ કંપની ના ઉપક્રમે વહીવટી તંત્ર ના સંકલન સાથે છેલ્લા 4 દિવસ થી ધરે ધરે અન્ન કીટ વિતરણ કરાઈ હતી. પ્રથમ ચરણમાં સફાઈ, ત્યારબાદ દવા છંટકાવ મળી પૂર અસરગ્રસ્ત 85 સોસાયટી માં હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર પાલિકા ના વોર્ડ નંબર 1 માં પૂર અસરગ્રસ્ત 5500 થી વધુ મકાનો માં છેલ્લા 4 દિવસથી અન્ન કીટ આપવામાં આવી રહી છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને વિવિધ ઔદ્યોગિક એકમો ના સહયોગ થી કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્થાનિક વોર્ડ સભ્ય અને ભાવિ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ભાજપ, નગરપાલિકા, પંડવાઈ સુગર તેમજ અન્ય સેવા ભાવિ સંસ્થા ના સભ્યો ના સહયોગ થી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજરોજ અંકલેશ્વર માં વોર્ડ નંબર 1 ની પૂર અસરગ્રસ્ત તમામ સોસાયટી માં ધરે ધરે કીટ પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી આ પૂર્વે પ્રથમ તબક્કા માં સધન સફાઈ અભિયાન, ત્યારબાદ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જે બાદ કીટ વિતરણ કામગીરી પૂર્ણ કરાઈ હતી પાલિકા સભ્ય નિલેશ ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે હાલ તમામ સોસાયટી માં કીટ આપી દેવામાં આવી છે. એમ છતાં પણ કોઈ પરિવાર અન્ન કીટ થી વંચિત હોય તો તેઓ તેમનો સંપર્ક કરશે તો તેમને પણ કીટ આપવામાં આવશે. પૂર ની આપત્તિ માંથી ઉભરી તમામ લોકો આગળ વધી રહ્યા છે. આ સમયે સ્થાનિક સભ્ય તરીકે અન્ય કોઈપણ મદદ ની જરૂર પડશે તો આગળ આવી મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું.