મોરબી કબીરધામના પ્રાંગણમાં મોરારી બાપુ, સાંસદ મોહનભાઈ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

મોરબી કબીરધામના પ્રાંગણમાં મોરારી બાપુ, સાંસદ મોહનભાઈ સ્વચ્છતા અભિયાનમાં જોડાયાઆજે ૧ ઓક્ટોબરના દિવસે દેશના દરેક નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપીલ કરી હોય જેથી સમગ્ર દેશમાં આજે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં મોરબી ખાતે રામકથા માટે પધારેલા પૂજ્ય મોરારી બાપુ અને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવા અને મૃતાત્માઓના આત્મા કલ્યાણ અર્થે કબીરધામ ખાતે પૂજ્ય મોરારી બાપુની શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવારે પોથીયાત્રા યોજાઈ હતી તો આજે વડાપ્રધાનની અપીલને પગલે સવારે કથાકાર, કથાના યજમાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા પૂજ્ય મોરારી બાપુ, કથાના મુખ્ય યજમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અગ્રણીઓએ ઝાડું ઉઠાવી શ્રમદાન કર્યું હતું

આજે સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જોડાઈ સકે તેવા હેતુથી કથાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો સવારે અગ્રણીઓ અને ભક્તો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને બાદમાં કથા શ્રવણનો લાભ લીધો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *