


2 ઓકટોબર મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ નિમિતે આણંદ રેલ્વે ગોદી પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ સાથે આણંદ નગરપાલિકા દ્વારા આયોજીત સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ..આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી સુમિત્રાબેન પઢિયાર, જિલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઇ શાહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઇ પટેલ, આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઇ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઇ પટેલ, શ્રી અમિતભાઇ ઠાકોર, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઇ પટેલ સહિત પાલિકાના કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા