
શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમસભા સંચાલિત શ્રી જે.ડી.ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઑફ મેનેજમેન્ટ, વરાછા, સુરતમાં તારીખ 30/09/2023 ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અન્વયે ભારતીય જ્ઞાન પ્રણાલી વિષય પર પ્રો. બાલાજી રાજે (કો- ઓર્ડીનેટર , સેન્ટર ફોર હિન્દુઝ સ્ટડીઝ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) નું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં કોલેજના એફ. વાય. બી.બી. એ. અને એફ.વાય.બી.કોમ. ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાં *ભારતના સ્વનો સાક્ષાત્કાર, ભારતીય સંસ્કૃતિ, વિવિધ જ્ઞાનની શાખામાં ભારતીય શોધ અને સંશોધનો, પૃથ્વીનો પ્રથમ ગ્રંથ વેદ, ગૌરવશાળી ભારત, કાશીનું મહત્વ, વગેરે અનેક મુદ્દાઓ પર ચર્ચા – વિમર્શ કરવામાં આવ્યું હતું.* કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી બાલાજી રાજે અને શ્રી અશોક ભાઈ શિરસાઠ નું ભારતીય પરંપરા અનુસાર તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલી વિષયના અભ્યાસ થી શું જાણવા મળ્યું એ અંગે અભિપ્રાય આપવામાં આવ્યાં હતાં અને સમગ્ર વ્યાખ્યાનને એક શબ્દમાં અદભુત ગણાવ્યું હતું તેમજ ભારતીય જ્ઞાન પ્રણાલી વિષય દાખલ કરવા માટે કેન્દ્ર સરકાર , ગુજરાત સરકાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉ. ગોવિંદભાઈ ધીનૈયા અને બી.કોમ. ના કો – ઓર્ડીનેટર શ્રી ડો. ગૌતમકુમાર પી. કાનાણીના માર્ગદર્શન હેઠળ ડૉ.હરીશ પટેલ, પ્રો. ચંદ્રેશ મહેતા અને પ્રો. રસિક કાથરોટિયા દ્વારા કરવામાં આવ્યું હતું.