માણસા ખાતે મહાત્મા ગાંધીજીના ૧૫૪ મા જન્મદિવસ નિમિત્તે માણસા ના ધારાસભ્યશ્રી જે એસ પટેલ દ્વારા પુષ્પાંજલિ અપાઈ

ગાંધીજીના જીવન સંદેશને સૌ નાગરિકોએ આત્મસાત કરવો જાેઈએઃ ધારાસભ્યશ્રી જે એસ પટેલ

સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજાેના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરુષ અને ગ્રામોદ્ધારક પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૪ મા જન્મદિવસ નિમિત્તે માણસા ના ધારાસભ્યશ્રી જે એસ પટેલ દ્વારા માણસા લાઇબ્રેરી પાસે- મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની માળા પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી જે એસ પટેલ એ કહ્યું હતું કે ગાંધીજીના જીવન સંદેશને સૌ નાગરિકોએ આત્મસાત કરવો જાેઈએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી સમગ્ર રાષ્ટ્ર આજે ખરા અર્થમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.આ કાર્યક્રમમાં માણસા ના ધારાસભ્યશ્રી જે એસ પટેલ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી તેમના જીવનના આઝાદી સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

ત્યારબાદ ધારાસભ્યશ્રી જે એસ પટેલ એ ખાદી ગ્રામોદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે સાથી કાર્યકર્તાઓ સાથે ખાદીની ખરીદી કરી. તેમણે લોકોને પણ ખાદી ખરીદવા માટેનો આહવાન કર્યું હતું. ધારાસભ્યશ્રી જે એસ પટેલ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ખાદીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મહાત્મા ગાંધીજીએ તે સમયે લોકો આર્ત્મનિભર થાય, મહિલાઓ સશકત થાય તે માટે ખાદીનો ઉપયોગ કરવા કહ્યું હતું. ખાદીનું મહત્વ ગુજરાત રાજ્યમાં જ નહી સમગ્ર દેશ અને વિદેશમાં પણ ઘણું વધ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *