
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાયબ્રન્ટ સમિટની પૂર્વાર્ધ બેઠક કડીમાં મુંબઈ ખાતે કોટક મહિન્દ્રા બેંક એમડી અને સીઈઓ શ્રી દિપક ગુપ્તા સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી ગુપ્તાએ કોટક મહિન્દ્રા બેંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્થાપના બેંકિંગ યુનિટ (IBU)ની વિગતો આપી હતી.

સરકારના “૭૫ જિલ્લાઓમાં ૭૫ ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBUs)” પહેલ સાથે ભાગીદારી કરીને કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે ગુજરાતમાં સુરત અને મહેસાણા ખાતે બે ડિજિટલ બેંકિંગ એકમો શરૂ કર્યા છે તેમજ CSR હેઠળ બેંકે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ (SFT) સાથે મળીને કુશલતા કા નિર્માણ – ગુજરાતમાં કૌશલ્ય વિકાસ માટે CSR પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કોટક જૂથના CSR હેઠળ ગુજરાતમાં શિક્ષણ અને આજીવિકા પ્રોજેક્ટ વિસ્તારવાની બાબતને સપોર્ટ કરવા તૈયારી દર્શાવી હતી.
તેમજ અમદાવાદમાં આગામી ડિસેમ્બરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં અને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાનારી મુખ્ય સમિટ ઇવેન્ટ માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.