ટાઉનહોલ ખાતે સફાઈ કોન્ટ્રાક્ટરોનો સન્માન સમારોહ યોજાયો

ઇકબાલ મેમણ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા ગાંધી ટાઉનહોલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કોન્ટ્રાક્ટરોનું સન્માન કાર્યક્રમ ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત નામાંકીત કોન્ટ્રાકટરોની જનભાગીદારીથી મેગા સફાઈ ઝુંબેશ સન્માન સમારોહ તથા વાણિજય એકમો માટે ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં દરેક શહેર નગર ગામની સ્વચ્છ બનાવવાની નેમ લઈ બે મહિના સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
આ અભિયાનની સફળ બનાવવા અને હિંમતનગર સ્વચ્છ રાખવા તમામ નગરજનો સહભાગી થઈ પોતાની આસપાસ સ્વચ્છતા જાળવી અને સ્વચ્છતાની પોતાનો જીવનક્રમ બનાવે તેવી અપીલ કરી હતી.

 આ પ્રસંગે દિવ દમણ પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલ દ્વારા  મોકલાવવામાં આવેલ ૫૦૦૦ ડસ્ટબીનનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવે, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અલ્પેશભાઈ પટેલ, શહેર અગ્રણી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ગોપાલસિંહ તેમજ સફાઈ કોન્ટ્રાક્ટરો  અને દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા.
      ****
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM