મોરબી,તમામ સુવિધાઓ સાથે 18000 ફૂટ જગ્યામાં ભાજપ કાર્યાલયનું નિર્માણ થશે

કમલમ ન્યુઝ શૈલેષ આહિર

મોરબીમાં પ્રથમ વખત જિલ્લા ભાજપના કાર્યાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પટેલના હસ્તે તા.19ના રોજ શનાળા રોડ, બાયપાસ ઉપર જિનની બાજુની જગ્યામાં જિલ્લા ભાજપના કાર્યાલયનું ખાતમુહૂર્ત થશે. આ તકે ભાજપના તમામ મંડળો, તમામ હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

જિલ્લા ભાજપના કાર્યાલયમાં નવું કમલમ બનાવવાનું છે. તેમાં અત્યાર સુધી જે સુવિધાઓ હતી. તેના કરતાં લેટ્સ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તમામ સુવિધાઓ સાથે 18000 ફૂટ જગ્યામાં ભાજપ કાર્યાલય બનશે , જેમાં તમામ પાંખ નઆ મંડળોની ઓફીસ, કોંફરરન્સ હોલ, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.તા.19 ના રોજ પ્રેદશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. જિલ્લાના 6000 જેટલા કાર્યકરો હાજર રહેશે. આ ઉપરાંત જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સભ્યો, પ્રભારી મંત્રી, સહિતના હોદેદારો ઉપસ્થિત રહેશે, તેમ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, કે.એસ અમૃતિયા સાહિતનાએ જણાવ્યું હતું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM