“સ્વચ્છતા હી સેવા”ને સાર્થક કરતા સિવિલના શિક્ષાર્થી, સિક્યુરીટી અને સ્ટાફ

ઇકબાલ મેમણ હિંમતનગર

સમગ્ર રાજયમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરાયા છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ સ્વચ્છતાને લગતી કામગીરી હાથ ધરાઇ હતી જેમાં બુધવારના રોજ જી.એમ. ઈ.આર.એસ.મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે કેમ્પસ પરિસરમાં,ડીન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, સી.ડી.એમ.ઓ, મેટ્રન, સ્ટાફ નર્સ, એડમીન સ્ટાફ, લેબ ટેકનિશ્યન, એક્સ રે ટેકનીશ્યન, A.R.T નાં સ્ટાફ,,ફાર્મસીના સ્ટાફ,એસ.આઇ. સેવકો મળી ૪૩૦થી વધુ સ્ટાફમિત્રો તેમજ ૧૨૦ થી વધુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. સ્વચ્છતાના સેવાયજ્ઞમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા સાફ સફાઈના વિવિધ સાધનો અને કચરો લઈ જવા માટે હડિયોલ ગ્રામ પંચાયત ધ્વરા ટ્રેક્ટર નો સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *